/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/IMG-20181022-WA0027.jpg)
વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેકટના મૃત્યુ ઘંટ વાગવાની તૈરી
દહેજ તેમજ ઘોઘા ખાતેના ૩૦૦ મીટરના ટર્મિનલ સર્કલમાં ઝીરો સાઉન્ડિંગ આવી રહ્યુ છે.જેથી તોતિંગ જહાજની સલામતી સામે ગંભીર જોખમ ઉભુ થવા પામ્યુ છે.
વાગરાના દહેજથી ઘોઘા વચ્ચે અનેક વિઘ્નો અને અંતરાયો વચ્ચે કાર્યરત રોપેક્સ ફેરી સેવા બંધ કરવા ઈન્ડિગો સિવેઝએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને પત્ર લખી જાણ કરવામાં આવી હતી. સુરતના ડેટોક્સ ગ્રુપ દ્વારા સંચાલિત ઈન્ડિગો સિવેઝના કથન અનુસાર સમુદ્રમાં નિયમિતપણે ડ્રેજિંગ કામગીરી કરવામાં નહીં આવે તો ફેરી સેવા બંધ કરી દેવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ ગણાતા દહેજ-ઘોઘા રોપેક્સ ફેરી સેવા પર પાણી ફરી વળવાની તૈયારીઓ થઈ ચૂકી છે.દરિયામાં મહાકાય વોયેઝ સીમફનીને ચલાવવા માટે જરૂરી પાંચ મીટરનો ડ્રાફ્ટ મળતો ન હોવાથી નિયમિત ડ્રેજિંગ કરવું અત્યંત જરૂરી બન્યુ છે,ત્યારે અનિયમિત ડ્રેજિંગ વચ્ચે માત્ર ભરતીકાળ દરમિયાન ફેરી સેવા ચલાવવાથી સેવા કોઈપણસંજોગોમાં સફળ થઈ શકે તેમ નથી.
ઈન્ડિગો સિવેઝ દ્વારા સરકારને વારંવાર ફરિયાદો કરવા છતાંય ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી.જો કે દહેજ તેમજ ઘોઘા ખાતેના ૩૦૦ મીટરના ટર્મિનલ સર્કલમાં ઝીરો સાઉન્ડિંગ આવી રહ્યુ છે.જેથી તોતિંગ જહાજની સલામતી સામે ગંભીર જોખમ ઉભુ થવા પામ્યુ છે. આમ મોદીના સ્વપ્ન સમાં પ્રોજેક્ટનું અકાળે મોત થવાની શકયતા હાલના તબક્કે વર્તાઈ રહી છે.વિવાદોના વમળમાં ફસાયેલી રોપેક્સ ફેરી સેવાની બાળમૃત્યુની ઘડીઓ ગણાઇ રહી હોવાની વાતો ઠેર ઠેર વહેતી થવા પામી છે.
- ઈન્ડિગો સિવેઝનો સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ
વાગરાના દહેજ અને સૌરાષ્ટ્રના ઘોઘા વચ્ચે માંડ-માંડ ચાલતી સેવા હાલ ડચકા લઇ રહી છે.ફેરીની શરૂઆતથી જ વિવાદો ફેરીનો પીછો છોડવા તૈયાર નથી.ફેરીની શરુઆત અગાઉ દહેજ સ્થિત ટર્મિનલના પોન્ટુન લોકમાં ખામી સર્જાતા રોપેક્સ ફેરી શરૂ થવામાં વિલંબ સર્જાયો હતો.
ત્યાર બાદ દહેજમાં વોયેઝ સીમફનીને ખેંચતી ટગ બોટ ઉંધી વળી જતા અકસ્માત સર્જાયો હતો.થોડા દિવસો પછી ઘોઘા બંદર નજીક જહાજના એન્જીનમાં હાઈ ટ્રેમપ્રેચર એલાર્મ આવી જતા જહાજને ખેંચીને ઘોઘા બંદરે લઇ જવાની ફરજ પડી હતી.આમ અનેક વિપદાઓ વચ્ચે લાખોની દૈનિક ખોટ સામે સંચાલકો ભારે તાણ અનુભવી રહયા છે.તેઓની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ જવા પામી છે.
- નહીંવત ટ્રાફિક ફેરીના ભવિષ્ય માટે ખતરાની ઘંટી
ઈન્ડિગો સિવેઝની રોપેક્સ ફેરી સેવા સુપેરે ચલાવવા માટે માત્ર નિયમિત ડ્રેજિંગ જ નહીં પરંતુ તેની સાથે દૈનિક મુસાફરો અને માલવાહક વાહનોનું યોગ્ય પ્રમાણના ટ્રાફિક મળવુ અતિઆવશ્યક છે.જે ટ્રાફિક અત્યારે ફેરી સેવાને ખૂબ ઓછું મળી રહ્યુ છે.જેને કારણે સંચાલકો ખોટના ખપ્પરમાં સપડાઈ ગયા હોવાથી ભારે મુંઝવણમાં મુકાઈ ગયા છે.સંચાલકોએ આ તમામ પ્રકારની ઝંઝટો થી કંટાળી પી.એમ.ઓ.કાર્યાલયને પત્ર લખ્યો હોવાની વાતો ચર્ચાની એરણે ચઢી હતી.
- ડ્રેજિંગ પાછળ સરકારનું વાર્ષિક ૨૦૦ કરોડનું આંધણ
નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટને સફળ બનાવવા સરકાર વાર્ષિક ૨૦૦ કરોડ રૂપિયાનું આંધણ કરી રહી છે.સરકાર દ્વારા ફેરી વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટે ડ્રેજિંગ પાછળ વાર્ષિક ૨૦૦ કરોડ ખર્ચ કરવામાં રહયુ છે.તેમ છતાં યોગ્ય ડ્રેજિંગ ન થતા વડાપ્રધાન મોદીના સ્વપ્નસમાં ફેરી પ્રોજેકટ પર પાણી ફરી વળવાની ઘડીઓ ગણાઇ રહી છે.