Connect Gujarat
ગુજરાત

દાંતાના જીતપુર ગામે યુવકનું ગુપ્તાંગ ઉપર તિક્ષ્ણધા મારી કરાઇ હત્યા

દાંતાના જીતપુર ગામે યુવકનું ગુપ્તાંગ ઉપર તિક્ષ્ણધા મારી કરાઇ હત્યા
X

દાંતાના જીતપુર ગામે ઠાકોર યુવકની હત્યા કરી દેવામાં આવી ગામના જ યુવકની ગામમાં ક્રૂર હત્યા કરાતાં ચકચાર મચી ગઈ હતી.

ચેલાજી સદનજી ઠાકોરની ગામમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા પરિવારમાં માતમ પ્રસરી ગયો હતો. ચેલાજીના ગુપ્તાંગના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતાં. જોકે હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી હતી હતી એ બાબતનો ભેદ હજુ ઉકેલાયો નથી હત્યાના પગલે ગામમાં ચકચાર મચી ગયો હતો જોકે હત્યાની જાણ દાંતા પોલીસને કરાતાં પોલીસે ઘટના સ્થળે આવી પંચનામું કરી લાશને પીએમ માટે મોકલી દીધી હતી. જોકે હાલમાં તો પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story
Share it