દીપિકા પદુકોણ લેડી ગેન્ગસ્ટરની ભૂમિકામાં ભજવશે

New Update
દીપિકા પદુકોણ લેડી ગેન્ગસ્ટરની ભૂમિકામાં ભજવશે

દીપિકા પદુકોણ ફિલ્મ પદ્માવત બાદ હવે નવી ફિલ્મની તૈયારી શરૃ કરી રહી છે. આ વખતે તે એક લેડી ગેન્ગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે.મુંબઇની લેડી ડોન પર આધારિત આ ફિલ્મ પણ પદ્માવતની માફક વુમેન સેન્ટ્રિક હશે. '' મારી આગામી ફિલ્મ પણ સ્ત્રી વિષયક હશે.

સંજય લીલા ભણશાલીની પદ્માવતની માફક જ મારી આગલી ફિલ્મ વુમેન સેન્ટ્કિ હશે. આ ફિલ્મ હુસેન જાયદીના પુસ્તક માફિયા ક્વિન ઓફ ધ મુંબઇ પર આધારિત હશે. આ એક સાચી વાસ્તવિક વાર્તા છે.

આ ફિલ્મ માટે મારે ઘણા વર્કશોપમાં ભાગ લેવા પડે છે. આ ફિલ્મમાં ઘણુ શારિરીક કામ છે. જેના પર હાલ હું ફોકસ કરી રહી છું. હું મારી કારકિર્દીમાં પ્રથમ વખત વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવાની છું. જ્યારે ઇરફાન ખાન સાથે મારી આ બીજી ફિલ્મ હશે. હું ઇચ્છું છું કે આ વાસ્તવિકતા પણ લોકોની સામે આવવી જોઇએ, તેમ દીપિકાએ જણાવ્યું હતું.

Latest Stories