ચોમાસામાં આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો નહીંતર થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.

New Update
food

ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.

ચોમાસા દરમિયાન સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. ઘણી વખત સ્ટ્રીટ ફુડ બનાવતા વિક્રેતાઓ હાઈજીનનું ધ્યાન નથી રાખતા તેથી બીમારીઓનું જોખમ વધી શકે છે.

વરસાદી માહોલમાં ફ્રાય કરેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. તળેલા ખોરાકમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી પાચન ધીમુ થઈ શકે છે. તેથી તળેલો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

ચોમાસામાં સીફૂડ ખાવાથી કેટલીક વખત ચેપ લાગવાની શક્યતા છે. આ ઉપરાંત મીઠાનું સેવન ઓછુ કરવું જોઈએ. વરસાદી માહોલમાં મીઠાનું સેવન વધારે કરવાથી પેટ ફૂલવાની સમસ્યામાં વધારો થઈ શકે છે.

ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાંદડાવાળા શાકભાજી અને કાચા શાકભાજીમાં બેક્ટેરિયા અને ફૂગ સરળતાથી લાગી શકે છે. તેથી પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ.

ઈડલી અને ઢોસા જેવા આથાવાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તેમજ પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો ખાવાનું ટાળવું જોઈએ.

ખાંડનું વધુ સેવન બળતરા અને ત્વચાની સમસ્યાઓ તરફ દોરી શકે છે તેથી વધારે ખાંડ વાળી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ચા અને કોફીનું સેવન ઘટાડવું જોઈએ.

Health is Wealth | Lifestyle Tips | Monsoon 

Read the Next Article

કેરળમાં ફરી નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ મળી આવ્યા

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

New Update
nipa virus

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી. 

નિપાહ વાઈરસ (NiV)એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (Pteropus Medius), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે.

આ પહેલીવાર 1998માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. કેરળમાં 2018થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં 2018,2019,2021,2023 અને 2024-25 નો સમાવેશ થાય છે. 

નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે 40% થી 75% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.

જુલાઈ 2025માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક 18 વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે 46 નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ  425 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. 

આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.

વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં 4 થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે. 

શરુઆતના લક્ષણો

તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.

ગંભીર લક્ષણ

શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).

Kerala | health 

Latest Stories