પ્રમુખ સ્વામીની ૯૯મી જન્મજયંતિ નિમિત્તે અટલાદરા મંદિર ખાતે યોજાયો અન્નકુટ

પ્રમુખ સ્વામી મહારાજના 99 મા જન્મજયંતિ મહોત્સવ નિમીત્તે અટલાદરા સ્વામીનારાયણ મંદિર ખાતે મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. તા.28 ઓક્ટોબરના રોજ આયોજીત આ મહા અન્નકૂટ 3500 વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
[gallery td_gallery_title_input="પ્રમુખ સ્વામીની ૯૯મી જન્મજયંતિ નિમિત્તે અટલાદરા મંદિર ખાતે યોજાયો અન્નકુટ" td_select_gallery_slide="slide" size="large" ids="116125,116120,116119,116121,116122,116123,116124,116126,116127"]
જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના 99માં જન્મદિવસ નિમીત્તે આયોજીત અન્નકૂટ મહોત્સવ ભવ્યાતિભવ્ય વાતાનુકુલિત ટેન્ટ બનાવવામાં આવ્યો છે. આ ભવ્ય અન્નકૂટના દર્શન વડોદરા શહેરનું અવિસ્મરણિય સંભારણું બની રહેશે. મંદિર પરિસરની સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં આયોજીત મહા અન્નકૂટ દર્શન માટે ભવ્ય કલાત્મક પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે.
પ્રવેશ દ્વારની અંદર વાતાનુકુલીત ભવ્ય 130 બાય 240 ફૂટનો મંડપ બનાવવામાં આવ્યો છે. જેમાં 3500 વાનગીઓનો મહાઅન્નકૂટ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તા.28 ઓક્ટોબરના રોજ આયોજીત મહા અન્નકૂટ માટે હરીભક્તો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બહેનો દ્વારા બેકરીની વિવિધ ચિજવસ્તુઓમાંથી વિવિધ ચિજવસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે. મહાઅન્નકૂટના દર્શન તા.28ના રોજ સવારે 10 થી રાત્રિના 8 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે. જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેશે.