વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અને NDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.

Read the Next Article

વડોદરા સાવલીમા નરાધમ આધેડે સગીરા દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી,આધેડની ધરપકડ

50 વર્ષીય આધેડે 16 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો ..

New Update
Savli

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં 50 વર્ષીય આધેડે 16 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિકધોરણે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

સાવલી તાલુકાની 16 વર્ષીય સગીરા મજૂરીએ જતી હતી તે સમયગાળા સમયગાળા દરમિયાન, સામંત પુરા ગામના 50 વર્ષીય ઈસમે સગીરાને ફોસલાવીને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.સગીરા ગર્ભવતી બની હતી અને તાજેતરમાં જ તેણે નવજાત શિશુને જન્મ આપ્યો હતો. જ્યારે સગીરાની માતાએ સમગ્ર બાબતે પૂછપરછ કરી, ત્યારે આ સમગ્ર હકીકત બહાર આવી હતી.