બોલિવૂડમાં લવર બોયની ઇમેજ મેળવનાર શમ્મી કપૂરની આજે જન્મજયંતિ

New Update
બોલિવૂડમાં લવર બોયની ઇમેજ મેળવનાર શમ્મી કપૂરની આજે જન્મજયંતિ

બોલિવૂડ અભિનેતા સ્વ. શમ્મી કપૂરની આજે જન્મ જયંતિ છે. શમ્મી કપૂર શો મેન રાજ કપૂરના ભાઇ અને પૃથ્વીરાજ કપૂરના દિકરા થાય. ફિલ્મી જગતમાં કપૂર ખાનદાનનો ફાળો મહત્વનો છે.

શમ્મી કપૂરની ફિલ્મના ગીત "ચાહે કોઇ મુજે જંગલી કહે", "બદન પે સિતારે સમેટે હુએ", "આજા આજા મે હુ પ્યાર તેરા" વગેરે જેવા ગીતો આજે પણ એટલા જ કર્ણપ્રિય લાગે છે.

21 ઓક્ટોમ્બર 1931માં જન્મેલા શમ્મી કપૂરે અનેક હીટ ફિલ્મો આપી છે. જેમાં 'જીવન જ્યોતિ', 'ચોર બજાર', 'દિલ દેકે દેખો', 'જંગલી', 'મેમ સાહબ', 'રાજકુમાર' વગેરેનો સમાવેશ થાય છે.

શમ્મી કપૂરનું સાચુ નામ શમશેર રાજ કપૂર હતું. એક જાણીતા ફિલ્મી પરિવારમાંથી આવતા હોવા છતાં તેઓ બોલિવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરવામાં સફળ થયા હતા. શમ્મી કપૂરને 1957માં નાસિર હુસૈનની ફિલ્મ તુમસા નહી દેખાથી પ્રથમ સફળતા મળી હતી. તેમજ ફિલ્મ 'જંગલી' દ્વારા તેમને બોલિવૂડમાં લવર બોયની ઇમેજ મળી હતી.

14 ઓગષ્ટ, 2011ના રોજ શમ્મી કપૂરનું નિધન થયું ત્યાં સુધી તેમણે અનેકવિધ ફિલ્મોમાં કામ કર્યું હતું.