ભરૂચ: અમીન પાર્ક સોસાયટીના એક મકાનમાંથી રૂપિયા ૧ લાખ ઉપરાંતનો હાથફેરો કરતા તસ્કરો

New Update
ભરૂચ: અમીન પાર્ક સોસાયટીના એક મકાનમાંથી રૂપિયા ૧ લાખ ઉપરાંતનો હાથફેરો કરતા તસ્કરો

ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલ અમીન પાર્ક સોસાયટીનાં એક મકાનમાંથી તસ્કરો રૂપિયા ૧.૮૦ લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલ અમીન પાર્ક સોસાયટીમાં રહેતા કુલસુમ બાનું પટેલ મકાન બંધ કરી તેમના પિતાના ઘરે સાંસરોદ ગામ ખાતે ગયા હતા દરમ્યાન ગત રાત્રીના તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને અંદરથી પાંચ થી છ તોલા સોના ચાંદીના દાગીના અને લેપટોપ મળી રૂપિયા ૧.૮૦ લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.