/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/08134017/478d5a5c-f8d3-4c71-b117-15e4a2bc3bbb.jpg)
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવી
રહેલાં ૫૫,૦૦૦ થીવધુ કર્મચારીઓ અને અધિકારીઓ તેમની પડતર માંગણીઓ સંદર્ભમાં ઉગ્ર આંદોલન
કરવાના મિજાજમાં દેખાઇ રહયાં છે. તેમણે સામુહિક હડતાળ પાડી સમગ્ર રાજયમાં અંધારૂ
કરી દેવાની ચીમકી આપી છે.
ભરૂચમાં વીજ કર્મચારીઓએ તેમની માંગણીઓ સંદર્ભમાં તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું હતું. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ અને એલાઉન્સ એપ્રિલ - ૨૦૧૬ થી ચૂકવી આપવા, જીએસઓ - ૦૪ મુજબસ્ટાફ મંજુર કરી તાત્કાલિક ભરતી કરવી, હાલની મેડીકલ સ્કીમ સુધારવી, હક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન-ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવાનો સમાવેશ થાય છે. આવેદન પત્રમાં અન્ય માંગણીઓ જેવી કે ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરીની સામે રિસ્ક એલાઉન્સ આપવુંનો પણ ઉલ્લેખ કરાયો છે. જો તેઓની માગણી નહિ પુરી થાય તો તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી સમગ્ર રાજયમાં વીજપુરવઠો બંધ કરી અંધારૂ કરી દેશે તેવી ચીમકી આપી છે.