ભારતની મહિલા રેસલર સાક્ષી મલિકની અનોખી સિદ્ધિ,કુશ્તીમાં પ્રથમવાર જીત્યો કાંસ્ય ચંદ્રક 

New Update
ભારતની મહિલા રેસલર સાક્ષી મલિકની અનોખી સિદ્ધિ,કુશ્તીમાં પ્રથમવાર જીત્યો કાંસ્ય ચંદ્રક 

PM મોદી એ સાક્ષીને પાઠવી શુભેચ્છા,આ જીતને દેશનું ગૌરવ ગણાવ્યુ

ભારતની મહિલા રેસલર સાક્ષી મલિકે 58 કિ.ગ્રાની વર્ગ ની કુશ્તી ની ફાઇટ માં હરીફ રેસલર ને 8-5 થી માત આપીને કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો છે,અને આ દેશ ના ગૌરવ સમાન ઘટનામાં સાક્ષી ને દેશવાસીઓ તરફ થી શુભેચ્છાઓ પાઠવવા માં આવી છે.

s2

રિયો 2016 ઓલિમ્પિકસ માં ભારતની ફ્રી સ્ટાઇલ મહિલા રેસલર સાક્ષી મલિકે બુધવારે કાંસ્ય પદક જીતીને રિયો ઓલિમ્પિકસ માં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે.23 વર્ષિય સાક્ષીએ કઝાકિસ્તાન ની અઈસુલુ ટાઈબેકોવા સામે 58 કિ.ગ્રા વર્ગ માં જીત હાંસલ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સાક્ષી મલિક ને શુભેચ્છા પાઠવી હતી.અને જણાવ્યુ હતુ કે રક્ષાબંધન ના દિવસે દેશની દીકરી એ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.અને સૌને સાક્ષી પર ગર્વ છે.

s3

કોરિઓકા એરેના -2 માં થયેલી આ મેચમાં એક સમયે સાક્ષી 0-5 થી પાછળ હતી.પરંતુ બીજા રાઉન્ડમાં સાક્ષીએ જબરજસ્ત કમબેક કરીને પોતાની હરીફ ને 8-5 થી હરાવી ને જીત હાંસલ કરી છે.ઓલિમ્પિક્સ માં મેડલ જીતનાર સાક્ષી પ્રથમ ભારતીય મહિલા રેસલર છે.બ્રોન્ઝ મેડલ મેળવવા નાર સાક્ષીને હરિયાણા સરકારે 2.50 કરોડ અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.જયારે રેલવે વિભાગ દ્વારા પણ સાક્ષીને 50 લાખ નું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.