Connect Gujarat
ગુજરાત

મેઘરજના પંચાલ ગામે દર્દનાક ઘટના : મકાનમાં આગ લાગતા 2 વૃધ્ધાના મોત

મેઘરજના પંચાલ ગામે દર્દનાક ઘટના : મકાનમાં આગ લાગતા 2 વૃધ્ધાના મોત
X

મેઘરજ નજીક પંચાલ ગામે કાચા મકાનમાં આગ લાગતા બે વૃદ્ધાના કમકમાટી ભર્યા મોત થતાં, સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

ઉનાળા શરૂ થયા બાદથી સમગ્ર રાજ્યમાં આગની ઘટનાઓ મોટા પ્રમાણમાં ઘટી હતી, જેમાં ઘણાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના મેઘરજ તાલુકાના પંચાલ ગામે ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગતા બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, મેઘરજના પંચાલ ગામમાં શનિવારે સાંજના સુમારે એક કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતાં આસપાસના લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આગ વધુ પ્રસરતા સ્થાનિક લોકોએ પંચાલ ગામેથી અંદાજે ચાળીસ કિલો મિટર દૂર મોડાસા નગર પાલિકાની ફાયર વિભાગને જાણ કરી હતી. આગની ઘટનાનો કોલ મળતા જ મોડાસા ફાયર ફાઈટર તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી.સતત પાણીનો મારો ચલાવી ફાયર ફાઈટરે આગ પર કાબૂ તો મેળવો, જોકે કમનસીબે 2 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. આગની ઘટનામાં મોત મામલે પોલિસે પણ તપાસ હાથ ધરી છે.

Next Story