Connect Gujarat
ગુજરાત

મોદી ઇઝ નેમ ચેન્જર નોટ ગેમ ચેન્જર,જણાવતા શશી થરૂર

મોદી ઇઝ  નેમ ચેન્જર નોટ ગેમ ચેન્જર,જણાવતા શશી થરૂર
X

રાજકોટ માં કોંગ્રેસ ના પુર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂરે એરપોર્ટ પર ઉતરાણ કરીને પત્રકારો સાથે વાત કરી હતી,તેઓએ મોદી સરકાર ની નોટબંધી ને લઈને ભારે ચાબખા માર્યા હતા.

પુર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા શશી થરૂરે રાજકોટમાં ટૂંકુ રોકાણ કર્યું હતુ. તેઓ એરપોર્ટથી જ સીધા જુનાગઢ અને પ્રાંસલા જવા નીકળી ગયા હતા.જુનાગઢમાં તેઓ એક કોલેજના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ પ્રાંસલામાં રાષ્ટ્ર્ર કથા શિબિરમાં તેઓએ સંબોધન પણ કર્યું હતુ.

રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં શશી થરૂરે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે અત્યાર સુધીમાં નોટ બંધી થી 84 લોકો ના મોત થયા છે. તો દેશની 89 ટકા કરન્સી પાછી ખેંચી જ્યારે 13 ટકા કરન્સી છાપવામાં આવી છે. તો નોટ બંધી કોઈ પણ આયોજન વગર લીધેલુ પગલુ હોવાનું તેઓએ ગણાવ્યુ હતુ.તો નોટબંધી પર વધુ કટાક્ષ કરતા જણાવ્યુ હતુ કે હાલ પ્રધાનમંત્રી કેશલેસ થવાની વાત કરે છે પણ પુરતા પ્રમાણમાં કાર્ડ રિડર મશીન ઉપલબ્ધ નથી. તો કેશલેસ ઈન્ડિયા પાયા વગરની ઈમારત હોવાનુ પણ જણાવ્યુ હતુ. તેઓએ વધુમાં PM નોટ બંધી હોમ વર્ક વગરની પરીક્ષા દેશના માથે નાખી હોવાનુ જણાવ્યુ હતુ. મોદીના અઢ્ઢી વર્ષ વિશે શશી થરૂરે કહ્યુ કે મોદી ઈઝ નેમ ચેન્જર નોટ ગેમ ચેન્જર.અને મોદીએ યુપીએની નીતિઓને આગળ વધારી સફળતા પ્રાપ્ત કરી હોવાનું જણાવ્યુ હતુ.

Next Story