/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/morbi-e1561472366543.jpg)
મોરબીના મકનસર પાસે પોલીસ હેડક્વાર્ટરમા પરપ્રાંતીય પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મળેલી લાશમાં યુવાનને પ્લાસ્ટિકની લાકડીથી માર માર્યાનુ તેમજ યુવાનના પડખામાં ઈજાના નિશાન જોવા મળતા યુવાનની હત્યા નિપજાવી હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જે બાબતે મોરબી તાલુકા પોલીસે પાંચ જીઆરડી જવાન અને એક પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોરબી વાંકાનેર હાઈવે પર મકનસર ગામ નજીક પોલીસ હેડક્વાર્ટરના આવાસ બનાવવાની કામગીરી ચાલુ હોય જેના કોન્ટ્રાકટરની ફરીયાદના આધારે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી કિશોરભાઈ અને જીઆરડી જવાન હાર્દિક ઉર્ફે લાલો બરાસરા કમલેશ દેગામ સહીત અન્ય ત્રણ જવાનો મળી પ્લાસ્ટિકની લાકડી વડે આડેધડ માર મારવાથી યુવાનનું મોત નિપજ્યુ હોવાથી હત્યાનો ગુનો નોંધાયો છે. આ યુવાનને ક્યા કારણોસર બેરહેમી પુર્વક ઢોર માર મારી હત્યા કરવામાં આવી છે તે હજુ જાણી શકાયું નથી. હાલ તો હત્યા નિપજાનાર વિરૂદ્ધ ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આમ મોરબી જિલ્લા પોલીસને સુરાતન ચડતા માળીયામાં હોટેલમાં તોડફોડ કરી યુવાનને લાઠીઓ વિંઝી આતંક મચાવ્યો છે. તો મોરબી હેડક્વાર્ટરમાં હત્યાથી મોરબી પોલીસ જિલ્લા પોલીસવડાના કાબુ બહાર હોય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.