Top
Connect Gujarat

રાજકોટમાં અટકાવવામાં આવી મતગણતરી,EVMને લઇને કોંગ્રસે કર્યા આક્ષેપો

રાજકોટમાં અટકાવવામાં આવી મતગણતરી,EVMને લઇને કોંગ્રસે કર્યા આક્ષેપો
X

રાજકોટ લોકસભા સીટની મતગણતરી દરમિયાન રાજકોટ દક્ષિણ વિધાનસભાના વોર્ડ નં. 4ના બુથ નં. 44 પર મતગણતરી દરમિયાન કોંગ્રેસના કાઉન્ટિંગ એજન્ટને જે લીસ્ટ આપવામાં આવ્યુ હતું તે પૈકી EVM નં. 73662ને બદલે જુદું જ મશીન આવતા હોબાળો મચ્યો હતો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા મતગણતરી અટકાવવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરતા ચૂંટણી તંત્ર બચાવની સ્થિતીમાં આવી ગયું હતુ. કોંગ્રેસના આગેવાનો કાઉન્ટિંગ સેન્ટરમાં પહોંચી EVM મુદ્દે આક્ષેપો કર્યા હતા. જે દરમિયાન આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફીસરે EVM રિપ્લેસ કર્યાની દલીલ કરી હતી. પરંતુ કોંગ્રેસે આ બદલાની કાર્યવાહી થઇ છે કે કેમ તેના પુરાવા માંગતા તંત્ર પણ દોડતુ થયું હતું.

Next Story
Share it