રાજકોટ : ગોંડલ હાઇવે પર કાર પલ્ટી ખાતા 2ના મોત, 3 ઇજાગ્રસ્ત

New Update
રાજકોટ : ગોંડલ હાઇવે પર કાર પલ્ટી ખાતા 2ના મોત, 3 ઇજાગ્રસ્ત

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવીયા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે ગત મોડી રાત્રીએ કાર પલ્ટી મારી જતા બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ યુવકોને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે સૌ પ્રથમ ગોંડલ સીવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ત્યારે ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માતમાં ભોગ બનેલાં તમામ યુવકો ગોંડલના રહેવાસી હોવાનું ખુલ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોના નામ મયંક માલવીયા અને અર્જુન દુધરેજીયા છે. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા યુવાનોના નામ વિજય રામાણી, સાગર વિરડીયા અને ઇન્દ્રજીતસિંહ જાડેજા છે.

Latest Stories