/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-265.jpg)
મનપા કમિશનરે જાહેરમાં પાનની પિચકારી મારનારે ઇમેમો આપવા બાબતે નોટિફિકેશન બહાર પડાયું.
જાહેરમાં થુંકનારને પ્રથમ રૂ.250,બીજી વાર રૂ.500, ત્રીજીવાર રૂ.750
ત્યારબાદ મનપા અધિકારી રૂબરૂ જઈને રૂ.1 હજારનો નો દંડ કરશે
રંગીલા રાજકોટને સ્વચ્છ બનાવવા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વધુ એક નિર્ણય જાહેર કરવામા આવ્યો છે. થોડા દિવસ પહેલા અમદાવાદમા જાહેરમા રોડ પર થુંકનારને દંડ ફટકારવામા આવ્યો હતો. જે બાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે પણ જાહેરમા થુંકનારને દંડ ફટકારવામા આવશે તેવી જાહેરત પણ કરી હતી. ત્યારે આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાની દ્વારા આ બાબતે એક નોટીફિ્કેશન જાહેર કરવામા આવ્યુ છે.
જે અંતર્ગત જાહેરમા પ્રથમ વખત થુંકનારને 250 રુપિયા દંડ, જ્યારે બિજી વખત ઝડપાય તો 500 રુપિયા દંડ તેમજ ત્રીજી વખત ઝડપાય તો 750 રુપિયા દંડ ફટકારવામા આવશે. તેમજ જો જે તે વ્યક્તિ 7દિવસમા દંડ ન ભરે તો તેને 1000રુપિયાનો દંડ ફટકારવામા આવશે. તેમજ દંડ ફટકાર્યા બાબતની જાણ આર.ટી.ઓને પણ કરવામા આવશે. જેથી ભવિષ્યમા લાયસન્સ રિન્વયુ વખતે તે વખતીનો ટ્રેક રેકોર્ડ જાણી શકાય.