રાજકોટ જિલ્લાના સૌથી મોટા ડેમ ભાદર ડેમમાં નર્મદા નીર પહોંચ્યા, અનેક ગામડાઓનું જળ સંકટ દૂર

New Update
રાજકોટ જિલ્લાના સૌથી મોટા ડેમ ભાદર ડેમમાં નર્મદા નીર પહોંચ્યા, અનેક ગામડાઓનું જળ સંકટ દૂર

સરકારની સૌની યોજના હેઠળ ગુજરાત ભરમાં નર્મદાના નીર પોહચી ચુક્યા છે , ત્યારે રાજકોટ જિલ્લાના સૌથી મોટા ડેમ ભાદર ડેમમાં પણ નર્મદાના નીર પોહોંચી ચુક્યા છે, તળિયે આવી ગયેલ ભાદર ડેમમાં નવા નીર આવતા લાખો લોકોને પીવાના પાણી માટેની સમસ્યાનો અંત આવશે.

ઉનાળો પૂરો થતાંજ રાજકોટના મોટાભાગના ડેમ ખાલીખમ થયા હતા અને પીવાના પાણીની કિલ્લત ઉભી થઇ હતી. ત્યારે સરકારની નર્મદા આધારિત સૌની યોજના હેઠળ ડેમોમાં પાણી ઠાલવવાનું શરૂ થયું હતું. જે અનુસંધાને ગોંડલના વેરી તળાવ ને ભરી દેવામાં આવ્યું હતું અને તેના પછી આ પાણી ચેકડેમો માથી પસાર કરીને આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ ભાદરમાં આવી પહોંચ્યું હતું, ત્યારે નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. નર્મદાના નીર થી ભાદર ડેમને ભરવાનું શરુ કરવામાં આવી ગયું છે. ત્યારે હવે ભાદર ડેમમાં પાણી આવતા 7 લાખ થી પણ વધારે લોકોને પીવાના પાણીની સુવિધા ઉભી થવાની છે અને હવે પાણીની કિલ્લતનો સામનો નહીં કરવો પડે. ભાદરમાં નવા નીર આવતા અને પાણી ભરાતા આ પાણી થી રાજકોટ, રાજકોટ રૂડા, જેતપુર, વીરપુર, અમરનગર સહિતના 10 ગામો અને બે જૂથ યોજનાના 42 ગામોને પીવાના પાણીની સુવિધા પુરી પડાશે. ડેમમાં નર્મદાના નીરના આગમનને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા તો સાથે જ હર્ષની લાગણી પણ અનુભવી હતી.

Latest Stories