રાજકોટ પોલીસની મેગા ડ્રાઈવ,૧૮ જગ્યાએ ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને કરાયા દંડીત

29

છેલ્લા ૪ માસમા રાજકોટમા ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર પાસેથી ૧ કરોડથી વધુનો દંડ વસુલાયો

રાજકોટમા દિવસે અને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધતી જઈ રહી છે. તો બિજી તરફ પોલીસ પણ ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે પ્રયત્નશીલ છે. જે અંતર્ગત રવિવારના રોજ પોલીસે શહેરની સામાજીક સંસ્થા અને શહેરીજનો સાથે એક વાર્તાલાપ પણ ગોઠવ્યો હતો.

જે કાર્યક્રમમા સામાજીક સંસ્થા અને શહેરીજનો દ્વારા કેટલાંક સુચનો પણ આપવામા આવ્યા હતા. જે બાદ આજરોજ શહેર ભરમા 18 જેટલી જગ્યા પર મેગા ડ્રાઈવ યોજવામા આવી હતી. જે અંતર્ગત હેલ્મેટ ન પહેરનાર, લાયસન્સ અને પિયુસી ન હોઈ તેવા વાહન ચાલકોને દંડીત કરવામા આવ્યા હતા. આ મેગા ડ્રાઈવ ડિસીપી મનોહર સિંહ જાડેજાની અદ્યક્ષતામા યોજાઈ હતી. ત્યારે છેલ્લા ૪ માસની વાત કરવામા આવે તો રાજકોટમા ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર પાસેથી ૧ કરોડથી વધુનો દંડ વસુલવામા આવ્યો છે

LEAVE A REPLY