Connect Gujarat
ગુજરાત

રાજયમાં બિન સચિવાલય સ્ટાફ માટે લેવામાં આવી ભરતી પરીક્ષા

રાજયમાં  બિન સચિવાલય સ્ટાફ માટે લેવામાં આવી ભરતી પરીક્ષા
X

બહુચર્ચિત

ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની રદ થયેલી પરીક્ષા રવિવારના રોજ લેવામાં આવી હતી. વર્ગ -3ની જગ્યા માટે 10 લાખથી વધારે ઉમેદવારો પરીક્ષા આપી રહયાં

છે.

રાજયમાં 3 હજારથી વધારે પરીક્ષા કેન્દ્રો પર

રવિવારના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની પરીક્ષા લેવામાં આવી. બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ

આસિસ્ટન્ટની પોસ્ટ માટે પણ પરીક્ષા યોજાઇ રહી છે. પરીક્ષામાં ગુજરાતનાં કુલ 10 લાખ 45 હજાર 442 પરીક્ષાર્થીઓ નોંધાયાં છે.. વર્ગ-3ની 3901 જગ્યાઓ માટે સીધી ભરતી પરીક્ષા લેવામાં

આવી રહી છે.પરીક્ષા સેન્ટરો ખૂટી પડતાં પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડવામાં

આવ્યા છે. 4 જિલ્લાના 48 હજાર પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં

મોકલવામાં આવ્યાં છે.બનાસકાંઠાથી 13 હજાર વિદ્યાર્થીઓને મહેસાણા, મહેસાણામાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ, ગાંધીનગરમાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ, અરવલ્લીમાંથી 5 હજાર વિદ્યાર્થીઓને ખેડા જ્યારે

અરવલ્લીમાંથી 4 હજાર

વિદ્યાર્થીઓને અમદાવાદ મોકલવાની તંત્રને ફરજ પડી છે.

Next Story