Connect Gujarat
ગુજરાત

રાજય સરકાર દ્વારા ૫ લાખ સુધીની નિયત કરવામાં આવેલી સારવારનો કેશલેસ લાભ આપવા માટેનો કરાયો નિર્ણય..!

રાજય સરકાર દ્વારા ૫ લાખ સુધીની નિયત કરવામાં આવેલી સારવારનો કેશલેસ લાભ આપવા માટેનો કરાયો નિર્ણય..!
X

“મા” અને “મા વાત્સલ્ય” યોજનાના તમામ લાભાર્થીને આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળવાપાત્ર

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી અમૃતમ (મા) / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે કુલ ૧૮૦૫ પ્રોસિજરો માટે વાર્ષિક રૂ. પ (પાંચ) લાખ સુધીનો કેશલેસ લાભ આપવામાં આવે છે.

[gallery td_gallery_title_input="રાજય સરકાર દ્વારા ૫ લાખ સુધીની નિયત કરવામાં આવેલી સારવારનો કેશલેસ લાભ આપવા માટેનો કરાયો નિર્ણય..!" td_select_gallery_slide="slide" size="large" ids="94300,94301"]

આ યોજના હેઠળ રાજય સરકારે “મા” અને “મા વાત્સલ્ય” યોજનાના તમામ લાભાર્થી પરિવારોને આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળવાપાત્ર રૂ. પ (પાંચ) લાખ સુધીની નિયત કરવામાં આવેલી સારવારનો કેશલેસ લાભ આપવા માટેનો નિર્ણય કરેલ છે. જેથી તા. ૧૪/૦૩/૨૦૧૯ થી યોજનાના લાયક લાભાર્થીઓને ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટની સારવાર માટે કેશલેસ લાભ આપવા નક્કી થયેલ છે.

હવેથી “મા” / “મા વાત્સલ્ય” અને આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે કોઇ લાભાર્થીઓને ઘૂંટણના રિપ્લેસમેન્ટની સારવારની જરૂરિયાત હોય તેઓનું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી / તબીબી અધિક્ષકે ચકાસણી કરી ઘૂંટણ રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેના આધારે સદરહું લાભાર્થી યોજના સાથે જોડાયેલી સરકારી કે ખાનગી હોસ્પિટલમાં લાભ મેળવી શકશે. વધુમાં, આપના જિલ્લામાં ઘૂંટણના રિપ્લેસમેન્ટના નોંધાયેલ લાભાર્થી દાવાઓમાંથી રેન્ડમ ૧૦% લાભાર્થી દાવાઓનું વેરિફિકેશન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી / મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા કરવાનું રહેશે. તેમજ આ અંગેનો અહેવાલ દર માસે રાજ્ય કક્ષાએ પાઠવી આપવાનો રહેશે. તેમ આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આ.વિ) ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

Next Story