Connect Gujarat
ગુજરાત

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન,ગુજરાતમાં સરેરાશ 62% થયું મતદાન

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન,ગુજરાતમાં સરેરાશ 62%  થયું  મતદાન
X

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું.

સામાન્ય લોકસભા બેઠક માટે ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાત રાજ્યની કુલ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ. આજે સવારે ૭ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરુ થયું હતું જે સાંજના ૬ કલાકે પૂર્ણ થયું હતું. ત્યારે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં 59.૭૪ ટાકા મતદાન થયું છે.

રાજ્યની ૨૬ લોકસભા બેઠકો માટે કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે તમામ 26 બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જેમાં અમિત શાહ પણ ગાંધીનગર થી લોકસભા ચૂંટણી લડી રહ્યં છે. ત્યારે આજે સવાર થી જ ૨૬ લોકસભા બેઠકો માટે સામાન્ય માણસ સહીત દિગ્ગજ નેતાઓએ પણ મતદાન થાકી નૈતિક ફરજ બજાવી હતી. PM મોદીએ રાણીપ ખાતે મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નારણપુરા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

ગુજરાતની ૨૬ બેઠકોની મતદાન ટકાવારી કરીયે નજર

ગુજરાત માં ચાલી રહેલ લોકસભા ચૂંટણીમાં મતદાન થયું પૂર્ણ છે. ગુજરાતમાં કુલ 59.74 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો કચ્છમાં 55 ટકા, રાજકોટ 62 ટકા, જામનગર 58 ટકા, પોરબંદરમાં 56 ટકા, જૂનાગઢમાં 61 ટકા, અમરેલીમાં 54 ટકા, ભાવનગરમાં 57 ટકા, સુરેન્દ્રનગરમાં 56 ટકા મતદાન થયું હતું જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં 65 ટકા, પાટણમાં 61 ટકા, મહેસાણામાં 65 ટકા, સાબરકાંઠામાં 65 ટકા, ગાંધીનગરમાં 66 ટકા, અમદાવાદ પૂર્વમાં 59 ટકા, અમદાવાદ પશ્ચિમમાં 59 ટકા મતદાન થયું.જ્યારે મધ્ય ગુજરાતમાં ખેડામાં 60 ટકા, આણંદમાં 66 ટકા, વડોદરામાં 66 ટકા, પંચમહાલ 61 ટકા, દાહોદમાં 66 ટકા, છોટા ઉદેપુરમાં 68 ટકા મતદાન થયું. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 64 ટકા, બારડોલીમાં 73 ટકા, નવસારીમાં 65 ટકા, વલસાડમાં 72 ટકા, જ્યારે ભરૂચમાં 69 ટકા મતદાન થયું.

ગુજરાતની બેઠક પ્રમાણે ઉમેદવારોની વાત કરવામાં આવે તો કચ્છમાં 10, બનાસકાંઠામાં - 14, પાટણમાં - 12 ઉમેદવારો મેદાને છે. જ્યારે મહેસાણામાં - 12, સાબરકાંઠામાં - 20, ગાંધીનગરમાં - 17,અમદાવાદ પૂર્વમાં 26, અમદાવાદ પશ્ચિમમાં 13, સુરેન્દ્રનગરમાં - 31, રાજકોટમાં - 10, પોરબંદરમાં - 17, જામનગરમાં - 28, જૂનાગઢમાં - 12, અમરેલીમાં, ભાવનગર - 10, આણંદ - 10, ખેડા - 7 ઉમેદવારો મેદાને છે. આ ઉપરાંત પંચમહાલમાં - 6, દાહોદમાં - 7, વડોદરામાં - 13, છોટાઉદેપુરમાં - 8, ભરૂચમાં - 17, બારડોલીમાં, સુરતમાં -13, નવસારીમાં 25 અને વલસાડમાં - 9 ઉમેદવારો મેદાને ઉતર્યા છે.

આ તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ માં કેદ થયું હતું જેનો ફેંસલો ૨૩ મે ના રોજ મતગણના બાદ થઇ જશે.

Next Story