/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/23a2f317-0f29-4b63-873f-aa5d842fa51e.jpg)
સરદાર સરોવર નર્મદા ડેમની કામગીરી હજી પુરી નથી થઇ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધૂરા કામનું લોકાર્પણ કરી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનાં આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. વડોદરામાં કોંગ્રેસનાં કાર્યકરોએ બેનરો સાથે દેખાવો કરી ભાજપ અને મોદી પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો આરોપ લગાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનનાં એક દિવસ પહેલાં વડોદરામાં મોદી વિરુદ્ધ દેખાવો યોજાયા હતા. કોંગ્રેસનાં કાર્યકરોએ વડોદરાનાં રસ્તાઓ પર બેનર્સ તેમજ પ્લેકાર્ડસ સાથે દેખાવો કરી નર્મદા ડેમની વાસ્તવિકતા લોકો સમક્ષ રજુ કરવાનો પ્રયાસ કર્યો.
પીએમ મોદી તારીખ 17મી નાં રોજ કેવડીયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે નર્મદા નીરનાં વધામણાં કરી ડેમ રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે નર્મદા ડેમની નહેરોની 41 હજાર કિ.મી.થી વધુ લંબાઇની કામગીરી હજી અધૂરી છે. એવામાં ડેમનું કામ પુરૂ બતાવી તેને પ્રજાને સમર્પિત કરવાનાં નામે ભાજપ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે.
જેથી આ અંગેની પોલ ખોલવા વડોદરામાં કોંગી કાર્યકરોએ પ્રદર્શન કરી ભાજપ અને મોદી પર નર્મદા ડેમનાં નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો આક્ષેપ કર્યો હતો.