વાઘોડિયા તાલુકામાં આવેલ MGVCL વિજકંપનીની સામે આવી ઘોર બેદરકારી

New Update
વાઘોડિયા તાલુકામાં આવેલ MGVCL વિજકંપનીની સામે આવી ઘોર બેદરકારી

વાઘોડિયા તાલુકામાં આવેલ વિજકંપનીના કર્મચારીઓ સેફ્ટીના સાઘનો વિના વાઘોડિયા નગરમાં વિજપોલ પર કામ કરતાં નજરે પડ્યા હતા. વિજ કર્મચારી મોટા મોટા થાંભલા ઉપર ચડીને વિજપોલનું સમારકામ કરી રહ્યા હોય અને તે થાંભલા ઉપરથી કદાચ નીચે પટકાય અને કોઈ નુકશાન થાય તો જવાબદાર કોણ ? એમ જી વી સી એલની એક ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે પેટનો ખાડો પુરવા કામ કરતા કર્મચારીઓના જીવન સાથે ચેંડા થઇ રહ્યા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે.

વિજકંપની તરફથી કર્મચારીઓને કોઈપણ પ્રકારના સેફ્ટીના સાઘનો ફાળવવામાં આવતાં નથી એમ પણ જાણવા મળ્યું છે. જો આ વાતમાં તથ્ય હોય તો ખુબ જ ગંભીર બાબત કહી શકાય એમ છે. કેટલીક જાહેર જગ્યાઓ તેમજ ઉંચા વિજપોલ પર કામ કરતાં કદાચ કોઇ દિવસ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? બેદરકારી દાખવનાર MGVCL ના સંબંધિતો પર કોઇ પગલા ભરાશે કે કેમ તે જોવાનું રહ્યું.

Latest Stories