/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/68258af0-e429-4ce1-97ec-f1ffcb0dfe52.jpg)
વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ વાઘોડિયાના મહિલા તાલુકા વિકાસ અધિકારી કે.પી. પંચાલને રૂપિયા 24,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. વાઘોડિયા તાલુકામાં વિવિધ કામ કરતા કોન્ટ્રાક્ટરે બીલો મુક્યા હતા.
જે બીલો મંજૂર કરવા માટે ટી.ડી.ઓ.એ લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હતા. આથી તેઓએ એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. જેથી એસીબીની ટીમે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં જ છટકું ગોઠવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીએ કોન્ટ્રાકટર પાસેથી જેવી લાંચની રકમ સ્વીકારી તેવી જ એસીબીની ટીમ ત્રાટકી હતી. તેઓ લાંચ લેતા ઝડપાય જતાં તેમની સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. એ.સી.બી.એ મહિલા તાલુકા વિકાસ અધિકારીના નિવાસ સ્થાને સર્ચ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી હતી.