અંકલેશ્વર: GIDCમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ, ફાયર વિભાગે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ 

  • જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ

  • ભંગાણ બાદ આગ ફાટી નીકળી

  • આસપાસના રહીશોમાં દોડધામ

  • ફાયર વિભાગે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી જલધારા ચોકડી નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જે બાદ ફ્લેશ ફાયર થતા આસપાસના રહીશો અને દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.આ અંગેની જાણ કરવામાં આવતા જ ગુજરાત ગેસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક લીકેજ બંધ કરાવ્યું હતું. તો બીજી તરફ ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઇડીસીમાં ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જવાના વારંવાર બનાવો બને છે.

Latest Stories