વિદ્યાનગર જીઆઈડીસીમાં રેઝીનનું પ્રોડક્શન કરતી કંપનીમાં લાગી આગ

New Update
વિદ્યાનગર જીઆઈડીસીમાં રેઝીનનું પ્રોડક્શન કરતી કંપનીમાં લાગી  આગ

બોઈલર બ્લાસ્ટને કારણે લાગી ભીષણ આગ

સુરત આગ કાંડને હજી માંડ એક દિવસ થયો છે. ત્યારે આજે વિદ્યાનગર જીઆઈડીસીમાં એક કેમિકલ કંપનીમાં બોઈલર બ્લાસ્ટને કારણે ભીષણ આગ લાગી હતી. જોકે ઘટનામાં સોથી ગંભીર બાબત એ છે કે કંપનીના માલિક દ્વારા ચલાવવામાં આવતી કંપનીમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી

વિદ્યાનગર જીઆઈડીસીમા પ્લોટ નંબર ૧૮૦ /૧૦ માં રેઝીનનું પ્રોડક્શન કરતી કંપનીમાં સાંજના ચાર વાગ્યાના સુમારે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બાદમાં કંપનીમાં આગ ફેલાઈ જતા બે માળનું પ્લાન્ટ બિલ્ડીગ ધડાકા સાથે તૂટી પડ્યું હતું. જોકે બોઈલર ફાટે તે પહેલા જ કંપનીના કામ કરતા કર્મચારીઓ કંપની છોડી બહાર નીકળી જતા કોઈ જાનહાની થવા પામી ન હતી. જોકે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આગની જ્વાળામાં કંપની પાસે આવેલ વૃક્ષ પણ મોટાભાગનું બળી જવા પામ્યું હતું,ઘટનાની જાણ વિદ્યાનગર ફાયરને કરવામાં આવતા,વિદ્યાનગર,આણંદ અને કરમસદફાયરની ૫ ગાડીઓ ધ્વરા ઘટના સ્થળે પહોચી આગ બુઝાવવાનું ઓપરેશન પર પાડવામાં આવ્યું હતું અને દોઢ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં સફળતા પ્રાપ્ત કરી હતું, ઘટનાને પગલે વીજ કંપનીના કર્મચારીઓ એ ઘટના સ્થળે પહોચી વીજ પુરવઠો બધ કરી દેતા ફાયર ને ઓપરેશન પાર પાડવામાં ઓછો સમય લાગ્યો હતો બીજી તરફ ઘટના ના પગલે આજુબાજુ ના સ્થાનિક નાગરિકોના ટોળે ટોળા ઘટના સ્થળે આવી ન જાય તે માટે આણંદ પોલીસ દ્વારા પણ પબ્લિકને ઘટના સ્થળથી ૨૦૦ મીટર દુર કરી દીધી હતી.

Latest Stories