વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લેશે સંન્યાસ

New Update
વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લેશે સંન્યાસ

વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાંસ લેવાની જાહેરાત કરી છે. જોકે તેઓ વિશ્વભરની ફ્રેન્ચાઇઝી ટી-20 ક્રિકેટમાં રમવાનું ચાલું રાખશે.

35 વર્ષીય બ્રાવોએ 2004માં તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી. ડ્વેન બ્રાવોએ વેસ્ટ ઇન્ડિઝ તરફથી 40 ટેસ્ટ, 164 વન-ડે અને 66 ટી-20 આંતરાષ્ટ્રીય મેચ રમી છે. જોકે તેમણે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બે વર્ષ પહેલા સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. નોંધનીય છે કે, ડ્વેન બ્રાવો પૂર્વ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર બ્રાયન લારાના કઝીન છે

બ્રાવોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે હું ક્રિકેટના વિશ્વને જણાવવા માંગુ છું કે, હું સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઉં છું. 14 વર્ષ અગાઉ મેં વેસ્ટ ઇન્ડિઝ તરફથી લોર્ડ્ઝના મેદાન પર ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2004માં પ્રથમ મેચ રમી હતી. જે જુસ્સોનો અનુભવ મને ત્યારે થયો હતો તે હંમેશા મારી સાથે રહ્યો છે. નોંધનીય છે કે, બ્રાવો ક્રિકેટની સાથે સાથે ગીતકાર પણ છે તેમણે 2016માં ચેમ્પિયન ગીત રીલીઝ કર્યું હતું જે ઘણું લોકપ્રિય બન્યું હતું

Latest Stories