સલમાન ખાન અને બોબી દેઓલ એક સાથે રૃપેરી પડદે દેખાશે

New Update
સલમાન ખાન અને બોબી દેઓલ એક સાથે રૃપેરી પડદે દેખાશે

સલમાન ખાનની આગામી ફિલ્મ 'રેસ થ્રી' ઘણી ચર્ચામાં છે. સલમાન પહેલી વખત આ સિકવલનો હિસ્સો હોવાથી ઉત્સાહમાં છે અને હવે ફિલ્મમાં એના સાથી કલાકારોને લઇને આ ફિલ્મ ચર્ચામાં છે.

આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના નામ ચર્ચાયા બાદ હવે બોબી દેઓલનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતા રમેશ તોરાનીએ આ પહેલા બોબી સાથે સોલ્જર અને નકાબ જેવી ફિલ્મો બનાવી છે. અને હવે ફરી રેસ થ્રીમાં સાથે જોવા મળશે. આ બાબતની જાણકારી ખુદ નિર્માતાએ ટ્વીટ કરીને આપી હતી।

રમેશ તૌરાનીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે બોબી દેઓલ વ્યવસાવિક અભિગમ ધરાવતો વ્યક્તી છે. આ ફિલ્મમાં એ એક અનોખી ભૂમિકામાં જોવા મળશે જે આ પહેલા ક્યારેય જોવા મળી નથી. આ ફિલ્મનું શુટિંગ આવતા મહિને શરૃ કરવામાં આવશે, જે આવતી ઇદે રિલિઝ કરવામાં આવશે.

Latest Stories