સાપુતારા : લેક ગાર્ડનમાં કરાઇ રોશની, સુંદરતાને લાગ્યા ચાર ચાંદ

New Update
સાપુતારા : લેક ગાર્ડનમાં કરાઇ રોશની, સુંદરતાને લાગ્યા ચાર ચાંદ

સાપુતારા ખાતે સર્પગંગા તળાવની કાંઠે આવેલ ગાર્ડનને નોટિફાઈડ દ્વારા રંગીન રોશનીથી ઝળહળાટ કરાતા ગાર્ડનની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયાં છે. સાપુતારા ખાતે સ્થાનિક નોટિફાઈડ તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે ભૌતિક સુવિધાઓ સહિત ફેસ્ટિવલોનું આયોજન કરવામાં આવતું હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો નોંધાયો છે.

સૂર્યાસ્ત બાદ સમગ્ર જોવાલાયક સ્થળો બંધ થઈ જતા પ્રવાસીઓ હોટલોની અથવા ઘરની વાટ પકડતા હોય છે,પરંતુ હવે નોટિફાઈડ એરીયા કચેરી દ્વારા સર્પગંગા તળાવના કાંઠે આવેલ લેક્ગાર્ડનને રંગબેરંગી રોશનીથી સજ્જ કરી ખુલ્લુ મૂકતા સૂર્યોદય બાદ પ્રવાસીઓને ફરવા માટેનું સ્થળ ઉપલબ્ધ થયું છે.