Connect Gujarat
ગુજરાત

સીએમ વિજય રૂપાણી અને પત્ની અંજલિબહેને રાજકોટમાં કર્યું મતદાન

સીએમ વિજય રૂપાણી અને પત્ની અંજલિબહેને રાજકોટમાં કર્યું મતદાન
X

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું હતું. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલિબહેને રાજકોટમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વહેલી સવારે રૂપાણી દંપતી પોતાના મતાધિકારનો મતદાન કરવા પહોચી ગયા હતા.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પક્ષ માટે મહતવની બેઠકો પર પ્રચાર કર્યો હતો તો બીજી તરફ રાજયમાં સૌથી વધુ સભાઓ સંબોધવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજયભરમાં લોકસભાની ચૂંટણીને લઇને ૭૫થી વધુ સભાઓ સંબોધી છે જયારે સૌરાષ્ટ્ર-કચ્છ જે મુખ્યમંત્રી રૂપાણીનું હોમગ્રાઉન્ડ કહેવાય છે ત્યાં તેઓએ વિદ્યુતવેગી પ્રચાર કાર્ય અને સતત મોનીટરીંગ કરી અને આઠેય બેઠકો પર કમળ ખીલી ઉઠશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.

Next Story