સુરત અમદાવાદમાં સાવકા પિતા દ્વારા બાળકી પર દુષ્કમ આચર્યું પોલીસ તપાસ શરૂ

65

સૂરતમાં સાવકા પિતા દ્વારા અમદાવાદમાં દુષ્કમ આચર્યાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ માં પિતા દ્વારા ૧૪ વર્ષ ની દીકરી સાથે દુષ્કમ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

જેમા માતા વતન ગઈ હતી ત્યારે પિતા એ સાવકી દિકરી ઉપર જ દુષ્કમ આચર્યું હતું. સાવકો પીતા માતાની ગેરહાજરીમાં સાવકી સગીર દીકરી અને તેની બહેન સાથે  શારીરિક અડપલાં કરતો હતો.

સુરત રેલવે સ્ટેશન ખાતે બાળકીએ પોતાની વ્યથા વ્યકત  કરતા સમગ્ર મામલો સામે આવ્યો. પિતા થી હેરાન થઈ દીકરી અમદાવાદ થી નાસી અમદાવાદ મુંબઈ ટ્રેન માં બેસી સૂરત પહોંચી હતી. સુરત રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં મહિલાઓ દ્વારા તેને એખલીને પૂછતાં તેણે આ મામલે જાણ કરી હતી. મહિલાઓ દ્વારા જાણ કરતા સખી સ્ટોપ સેન્ટરને સંપર્ક કરવામાં આવ્યો.આ  બાળકી મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયાની રેહવાસી છે. અમદાવાદ માં માતા અને સાવકા પિતા સાથે તેની ૩ બેહનો અને ૧ ભાઈ સાથે રહેતી હતી હાલ સૂરતમાં સિવિલમાં તેની સારવાર ચાલી રહી છે. હાલ તો સગીરાની મેડીકલ તપાસ બાદ જ પોલિસ ફરિયાદ નોંધવામા આવશેનું જાણવા મળી રહ્યું છે

LEAVE A REPLY