સુરત : આગની દુર્ઘટનાના પગલે જામનગર ફાયર શાખાના દરોડા

New Update
સુરત : આગની દુર્ઘટનાના પગલે જામનગર ફાયર શાખાના દરોડા

સુરતમાં કોચિંગ કલાસમાં લાગેલી આગમાં અનેક નિર્દોષ માસૂમ વિદ્યાર્થીનો ભોગ લેવાય ગયા બાદ તેના પગલાં જામનગરમાં પણ પડ્યા છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા જામનગરના ગુરુદ્વારા વિસ્તાર અને પટેલ કોલોની વિસ્તારમાં દારોડાઓ પાડી કોચિંગ કલાસીસમાં ફાયર સેફટીના સાધનો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

વેહલી સવારથી શરૂ કરેલી આ કાર્યવાહીમાં અનેક કલાસીસમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા તેવોને નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યાં સુધી ફાયર સેફટીના સાધનો ફિટ કરવામાં આવે ત્યાં સુધી કલાસીસ ચાલુ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી.

Latest Stories