સુરત એસીબીએ 75 હજારની લાંચ લેતા ચેરીટી કમિશનર સાથે સીએ ને રંગે હાથ ઝડપી પાડયો છે. ટ્રસ્ટમાં મંડળમાં ફેરફાર કરવા ફરિયાદી પાસેથી 75 હજારની લાંચ મંગાવમાં આવી હતી.

સુરત ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર રમેશભાઈ વિરમભાઈ પટેલ(આર.વી.પટેલ) દ્વારા ટ્રસ્ટમાં મંડળમાં ફેરફાર કરવા સીએ મનીષ દિલીપભાઈ પચીગર વતી ફરિયાદી પાસેથી 75000 હજારની માંગણી કરવામાં આવી હતી ફરિયાદી લાંચ આપવાના ન માંગતા હોય તેઓએ સુરત એસીબી નો સંપર્ક સાદી એસીબીએ ફરિયાદના આધારે છટકુ ગોઠવી ચેરિટી કમિશનર સહિત સીએને 75000 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા.

આરોપી આસિસ્ટન્ટ ચેરીટી કમિશનર રમેશભાઈ વિરમભાઈ પટેલ(આર.વી.પટેલ) અને ચાર્ટડ એકાઉન્ટન્ટ  મનીષ દિલીપભાઈ પચીગર ફરિયાદીના સુરત મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિના ટ્રસ્ટના કારોબારી મંડળના ફેરફાર રીપોર્ટ મંજુર કરાવવા બદલ તેવો પાસેથી 75000 હજાર રૂપિયાની લાંચની પોતાની ઓફીસમાં સ્વીકારતા બંન્ને આરોપીઓ સ્થળ પર પકડાઇ ગયાં હતા સમગ્ર ટ્રેપ એસીબી પીઆઈ બી. કે.વનારની આગેવાનીમાં સફળ થઈ હતી એસીબી બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here