સુરત : ઓલપાડ-મૂળદ ગામના યુવકની અમેરિકામાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી કરી હત્યા
BY Connect Gujarat11 Oct 2019 6:46 AM GMT

X
Connect Gujarat11 Oct 2019 6:46 AM GMT
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામના એક આશાસ્પદ યુવાનની અમેરિકામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલ મૂળદ ગામના પટેલ પરિવારનો પુત્ર જય છેલ્લા ૧૫ વર્ષથી અમેરિકામાં રહે છે. જય પટેલ નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્ટુડન્ટ હતો. ગત રોજ બહાર નીકળતા અચાનક જ કેટલાક અજાણ્યા શખ્સોએ ગોળી મારી તેની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. લાલ કલરની કારમાં આવેલ શખ્સોએ તેને છાતીમાં ગોળી મારી હતી. આ શખ્સો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેમાં પોલીસને લાલ કલરની કાર દેખાઈ આવે છે. આથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
Next Story