સુરત : સલાબતપુરા પોલીસે 1.32 કરોડની છેતરપીંડી કરનાર ઇસમની કરી ધરપકડ

New Update
સુરત : સલાબતપુરા પોલીસે 1.32 કરોડની છેતરપીંડી કરનાર ઇસમની કરી ધરપકડ

લાલચંદ ટાવરી બે વર્ષથી હતો વોન્ટેડ

બે વર્ષથી આપી રહ્યો હતો. પોલીસને ચકમો

પોલીસને ચકમો આપવા બદલ્યા હતા35 વખત મોબાઇલ નંબર

લાલચંદ ટાવરી ભેજાબાજની સાથે હતો તરકટ બાજ

લેણદારોથી બચવા પોતાની દુકાનમાંજ કર્યુ હતુ આગ લાગવાનું નાટક

સલાબત પુરા પોલીસે મુંબઇથી ઝડપી પાડ્યો આરોપી

સુરત સલાબત પુરા વિસ્તારમાંથી ચીટીંગ કરીને ભાગતો ફરતો આરોપી બે વર્ષે પોલીસની પકડમાં આવ્યો છે. આરોપી લાલચંદ ટાવરી પોલીસથી બચવા માટે છેલ્લા બે વર્ષથી આમતેમ ફરી રહ્યો હતો. જેનો પોલીસ દ્વારા ઝડપી પાડી ચાર દિવસના રિમાન્ડ પણ મેળવવાયા છે. આ આરોપીએ 1.32 કરોડની છેતરપીંડી કરી હતી.

સુરત ખાતે રાધે માર્કેટમાં કામ કરતા લાલંચદ ટાવરી બે વર્ષ પહેલા અહીંના વેપારીઓ સાથે છેતરપીંડી કરી ફરાર થઇ ગયા હતા. લાલચંદ ટાવરી ફરાર થયા બાદ બે વર્ષથી નાસતા ફરતા હતા. તેઓ વારે ઘડીએ પોતાનું લોકેશન બદલી નાખતા હતા. તેથી તેઓ પોલીસ પકડથી દૂર હતા. હાલ પોલીસે તેમની મુંબઇથી ધરપકડ કરી લીધી છે અને તેઓ હાલ જેલના સળિયા પાછળ છે. લાલચંદ ટાવરને પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરી તેમના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. લાલચંદ ટાવરી વિરૂદ્ધમાં સલાબત પુરા પોલીસ સ્ટેશનમાં જ ત્રણ જેટલા ગુના નોંધાયા છે. લાલચંદ ટાવરી સહિત આ મામલામાં તેની પત્ની મધુ ટાવરી અને ભાઇ આનંદ ટાવરી પણ સામેલ હતા. પરંતુ પોલીસે હાલ લાલચંદ ટાવરીની ધરપકડ કરી છે.

સલાબત પુરા પોલીસના હાથે ઝડપાયેલો લાલચંદ ભેજાબાદ આરોપી હતો કારણ કે તે પોલીસને ચકમો આપવા માટે છેલ્લા બે વર્ષમાં 35 જેટલા મોબાઇલ નંબર બદલી નાખ્યા હતા. આ ઉપરાંત તે તરકટ બાજ પણ હતો આરોપી દ્વારા લેણદારોથી બચવા માટે બે વર્ષ પહેલા પોતાની દુકાનમાં જ આગ લગાવી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આગની ઘટનાનો ભાંડો ફૂટી જવાને કારણે જ તે સુરતથી પોતાની દુકાનને તાળા લગાવી રાતો રાત પલાયન થઇ ગયો હતો. સાથે તેની પત્ની અને ભાઇ પણ પલાયન થઇ ગયા હતા. જો કે પોલીસે લાલચંદની ધરપકડ કરી છે પરંતુ તેની પત્ની મધુ અને ભાઈ આનંદની ધરપક઼ડ કરવાની હજુ બાકી છે ત્યારે પોલીસ લાલચંદ પાસેથી કેટલી વિગતો બહાર લાવી શકે છે તે જોવું રહ્યું

Latest Stories