અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકિયા કોલેજ નજીક આજે એક ઇકો કાર અકસ્માતનો ભોગ બની હતી. ઇકો કાર અચાનક રોડની સાઈડમાં પલટી ખાઈ જતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્મતમાં ઇકો કાર પલટી ખાઈ જતા ચાલક કારમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. રેસ્ક્યુ કામગીરી હાથ ધરી કારમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે રોડ પરથી પસાર થતા વાહનચાલકો પણ સ્થળ પર એકત્ર થયા હતા.
