ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે પી.આઈ. આર.એમ. વસાવાના વિદાય સમારંભ તથા નવા પી.આઈ. કે.ડી. માંગરોલિયાના આવકાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા બંને અધિકારીઓનું ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું હતું.પી.આઈ. આર.એમ. વસાવાની અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં એ ડિવિઝનના સ્ટાફ દ્વારા તેમને યાદગાર અને ભવ્ય વિદાય આપવામાં આવી હતી.

આ પ્રસંગે સ્ટાફ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાનના માર્ગદર્શન, સહકાર અને કામગીરીને યાદ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.બીજી તરફ, સાયબર ક્રાઇમ પી.આઈ. કે.ડી. માંગરોલિયાની ભરૂચ એ ડિવિઝન ખાતે પી.આઈ. તરીકે નિમણૂક થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટાફ દ્વારા નવા અધિકારીને આવકાર આપી આગામી કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.