વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓર યુનિટી ખાતે આગામી 31મી ઓક્ટોબર-2026ના રાષ્ટ્રીય એકતા પરેડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે મોકડ્રિલ યોજવામાં આવી હતી.
વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓર યુનિટી ખાતે આગામી 31મી ઓક્ટોબર-2026ના રાષ્ટ્રીય એકતા પરેડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે મોકડ્રિલ યોજવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં બે હથિયારધારી આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પરિસ્થિતિનું નિર્માણ કરી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંકલિત રીતે મોક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મોકડ્રિલ દરમિયાન નર્મદા જિલ્લા પોલીસ, CISF, SRPF, BDDS તેમજ ફાયર વિભાગના જવાનોએ પરસ્પર સંકલન સાથે તબક્કાવાર કામગીરી હાથ ધરી હતી. પરિસરમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પ્રાથમિક માહિતી મળ્યા બાદ સુરક્ષા દળો દ્વારા પરિસ્થિતિનું આકલન કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,અને ફૂડ કોર્ટ વિસ્તારમાં ઘૂસેલા બંને આતંકવાદીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. મોક ઓપરેશન દરમિયાન તેમની પાસેથી AK-47 હથિયાર, મોબાઈલ ફોન તેમજ અન્ય સામગ્રી કબજે કરવામાં આવી હતી.
મોકડ્રિલ પૂર્વે વિશ્વ વન ખાતે CISFના કમાન્ડન્ટ દ્વારા સુરક્ષા દળોના જવાનોને વિગતવાર બ્રિફીંગ આપવામાં આવ્યું હતું. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની પ્રાથમિક માહિતી, તેઓ કયા વિસ્તારમાં છુપાયા હોવાની શક્યતા છે, ઓપરેશન દરમિયાન અનુસરવાના રૂટ તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તબક્કાવાર હાથ ધરવામાં આવનાર કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
