અંકલેશ્વરના પ્રાચીન રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિતે ભવ્ય લોક ડાયરો અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક ગાયકોએ ભજનોની રમઝટ બોલાવી હતી
અંકલેશ્વરના ભરૂચીનાકા પાસે પ્રાચીન રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે.આ મંદિર ખાતે શ્રાવણ માસમાં છેલ્લા 10 વર્ષથી બંધ થઇ ગયેલા ભાતીગળ મેળાનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શિવજીની આરાધના અને ભક્તિના રંગે રંગાવા માટે ભવ્ય લોકડાયરો અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોક ગાયિકા સેજલબેન વાળા અને લોક ગાયક સાર્થકસિંહ દેલડાએ સુરીલા ભજનોની રમઝટ બોલાવતા રત્નેશ્વર મહાદેવનું પ્રાગણ ભક્તિમય બની ગયું હતું બંને કલાકારોએ ભક્તિના દુહા-છંદ અને બીજી તરફ ભજનોની રમઝટે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
