ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.
ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો જમાવડો મુખ્ય માર્ગો ઉપર જોવા મળી રહ્યો છે.લિંક રોડ ઉપર અયોધ્યા નગર પાસે પણ રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.સાથે સ્થાનિકોએઅકસ્માતમાં કોઈનો જીવ જશે તો પાલિકા સામે માનવ વધનો ગુન્હો દાખલ કરાવવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.