142મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથની જળયાત્રા અને ષોડોપશોચાર વિધિ કરાઈ

142મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથની જળયાત્રા અને ષોડોપશોચાર વિધિ કરાઈ
New Update

અમદાવાદના જમાલપુર ખાતે જગન્નાથજીના મંદિરે સવારે 8 વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 142મી રથયાત્રા પૂર્વે આ જળયાત્રા કરવામાં આવી રહી છે. આજે પૂનમનાં દિવસે ભગવાન પોતાના મોસાળમાં સરસપુર જશે. તેની સાથો સાથ 600 જેટલી ધજાઓની સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવે છે. 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવ્યા બાદ ભગવાનને મહાજળાભિષેક તથા ષોડોપચાર પૂજનવિધિ કરવામાં આવે છે.

ભગવાન જગન્નાથની 12 યાત્રાઓમાની જળયાત્રા મુખ્ય યાત્રા કહેવાય છે. આ જળયાત્રામાં ભક્તો બહોળી સંખ્યામાં જોવા મ મળે છે. આ રથયાત્રાનો પહેલો પડાવ એટલે જળયાત્રા. આ જળયાત્રા સાબરમતી નદીનાં તટે સોમનાથ ભૂદર પહોચ્યા બાદ ત્યા ગંગાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું ગંગાપૂજન બાદ 108 કળશમાં જળ ભરાવામાં આવ્યું હતું. આ જળયાત્રા સવારે 8 વાગ્યાથી શરૂ થઇ હતી જે 10 વાગ્યે મંદિરે પરત થઇ હતી. મંદિરે પહોચ્યા બાદ લગભગ કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ષોડોપચાર પૂજન વિધિ કરવામાં આવી હતી સાથે સાથે ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ અને કાયદાકાનૂન મંત્રી પ્રદીપસિંહ ઝાડેજા પણ આવ્યા હતા .અને મોટીનસંખ્યામા ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article