વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાએ મોદીના વડાપ્રધાન બન્યાના બે વર્ષમાં સૌપ્રથમવાર વડાપ્રધાન નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.

હીરાબા ગુજરાત પાછા ફર્યા ત્યારે મોદીએ ટ્વિટ કરીને કેમેરામાં કેદ કરેલી તેમની માતા સાથેની યાદગાર પળોને શેર કરી હતી.

Untitledમોદીએ ટ્વિટર પર ફોટા અપલોડ કરીને લખ્યું હતું કે મારી માતા ગુજરાત પાછા ફર્યા છે. મારી માતાની આરસીઆરની પ્રથમ મુલાકાતથી ઘણાં લાંબા સમય બાદ તેમની સાથે શ્રેષ્ઠ સમય વીતાવવાની તક મળી હતી.

મોદીએ ટ્વિટ કરેલા ફોટોમાં જોઇ શકાય છે કે હિરાબા વ્હિલ ચેરમાં બેઠા છે અને ગ્રે ટી શર્ટ બ્લેક ટ્રાઉઝરમાં PM મોદી તેમને આરસીઆરના ગાર્ડનમાં ફુલો અને લીલોતરી બતાવી રહ્યા છે. જ્યારે બીજા ફોટામાં મોદી કુર્તા-પાયજામામાં દેખાય છે અને તેઓ તેમની માતાને ગ્લાસ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મોદીના માતા મહેસાણા જિલ્લાના વડનગરમાં તેમના પૈતૃક નિવાસસ્થાને રહે છે.