ફાગણ સુદ પુનમની સંધ્યાએ ઠેર ઠેર હોલીકા દહન કરવામાં આવ્યુ હતુ,શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યુ હતુ.
ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્મ્ય છે,અને દર વર્ષે આ પવિત્ર દિવસની સંધ્યાએ ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવે છે,પરંપરાગત મુજબ જ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓ એ તેમાં શ્રીફળ,ધાણી,ચણા,ખજૂર,હારડા,પતાસા સહિત ના દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યુ હતુ.આ ઉપરાંત જળથી અર્ધ્ય આપીને પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓ એ કરી હતી.
જ્યારે હોળીના બીજા દિવસે રંગોત્સવની ઉજવણી પણ ઉત્સવ પ્રિય લોકો દ્વારા મનાવવામાં આવશે.
