/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/sddefault-9.jpg)
વર્લ્ડ કપની આજે 38મી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંઘમ સ્ટેડિયમમાં યોજાશે. ત્યારે ભારત સતત જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ ઈંગ્લેન્ડ પણ સેમિફાઇનલમાં પહોંચવા વિજયી તાકાત લગાવશે. આજની આ મહત્વની મેચમાં સૌની નજર રહેશે ત્યારે આ મેચ પાકિસ્તાન માટે પણ હ્રદયના ધબકારા વધારનારો મુકાબલો રહેશે.
આજની મેચમાં ભારત મેન ઇન બ્લૂ માં થી મેન ઇન ઓરેન્જ બનીને મેદાનમાં ઉતરશે. ત્યારે સમગ્ર દેશ એક સાથે ટેલીવિઝન સામે બેશીને મેચની મજા માણશે. ભારતના વિશ્વકપના અત્યાર સુધીના પ્રદર્શનથી સમગ્ર દેશવાસીઓને ગર્વની લાગણી છે.
તો બપોરના 3.30 થી શરૂ થનારા આ મુકાબલામાં કેસરીયો વેશ ધારણ કરીને ભારતીય ટિમ મેદાનમાં પહોંચશે ત્યારે ઈંગ્લેન્ડ જીત માટે કેટલી જઝૂમશે તે રસપ્રદ બની રહેશે. ત્યારે આ મુકાબલો પાકિસ્તાનનાં સેમિફાઇનલમાં પહોંચવાના પ્રયાસનો પણ ફેસલો કરશે.