ભરૂચની જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર–2 માં રાજકીય રીતે મહત્વપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં પક્ષે આ વોર્ડમાં મજબૂત સ્થિતિ નોંધાવી છે.બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોમાં ચૈતાલીબેન અમિત પ્રજાપતિ, અનિતાબેન રાજેશભાઈ પઢીયાર અને સુકૃત મધુકર કા. પટેલનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઉમેદવારો સામે કોઈપણ વિરોધી ઉમેદવાર ન હોવાને કારણે તેઓ ચૂંટણી વિના જ વિજેતા જાહેર થયા છે.
વોર્ડ નંબર–2 ની કુલ બેઠકોમાંથી હવે માત્ર એક બેઠક માટે જ ચૂંટણી યોજાવાની બાકી રહી છે. આ બેઠક માટે એકથી વધુ ઉમેદવારો મેદાનમાં હોવાને કારણે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.