જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા, 14 વર્ષિય સગીર પણ શામેલ

New Update
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા, 14 વર્ષિય સગીર પણ શામેલ

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઘટના શોપિયાના હાડીપોરાની છે, હત્યા કરાયેલા આતંકીઓમાં એક 14 વર્ષનો સગીર હતો, જેની શરણાગતિ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. બીજી તરફ અનંતનાગ જિલ્લામાં પણ આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ અથડામણ ચાલી રહી છે. અનંતનાગના બિજબીહારામાં ઓપરેશન ચાલી રહ્યું છે, અહીં પણ 2 થી 3 આતંકવાદી હોવાના અહેવાલ છે.

આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના હદીપુરામાં ઘેરો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, આ દરમિયાન આતંકવાદીઓએ તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. આ અંગે સુરક્ષા જવાનોએ પ્રતિક્રિયા આપી હતી. આતંકવાદીની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે અને તેની સંગઠનનું નામ પણ જાણવાની તજવીજ ચાલી રહી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દરમિયાન અનંતનાગ જિલ્લામાં પણ એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે કહ્યું કે, દક્ષિણ કાશ્મીરના આ જિલ્લાના બિજબેહરા વિસ્તારના સેમથાનમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ ગયું હતું.

આ પહેલા ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એક મસ્જિદમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. સુરક્ષા દળોએ ધાર્મિક સ્થળને બચાવતી વખતે 5 આતંકીઓને ઠાર કર્યા હતા. 20 થી વધુ વર્ષોમાં પ્રથમ વખત, દક્ષિણ કાશ્મીરના આ તોફાની શહેરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલીવાર હતું જ્યારે શોપિયાની મસ્જિદની અંદર આતંકવાદીઓ ઘેરાયેલા હતા.

Latest Stories