Connect Gujarat
Featured

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખ 14 હજાર નવા કેસ નોંધાયા; 3915 લોકોનાં મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખ 14 હજાર નવા કેસ નોંધાયા; 3915 લોકોનાં મોત
X

ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખૂબ જ જોખમી બની છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,14,188 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે અને 3,915 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે 3 લાખ 31 હજાર 507 લોકોએ કોરોનોને મ્હાત આપી છે. આઇસીએમઆરએ માહિતી આપી છે કે ગઈકાલ સુધીમાં કુલ કોરોના વાયરસના 29,86,01,699 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ નમૂનાઓમાંથી 18,26,490 નમૂનાઓનું કાલે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોરોના રસીકરણમાં અત્યાર સુધીમાં 16,48,76,248 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આવતીકાલે સાંજે 8 વાગ્યા સુધીમાં, 18-44 વર્ષની વય જૂથના 2.62 લાખથી વધુ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

રેલ્વેએ માહિતી આપી હતી કે દેશના ઘણા ભાગોમાં 40 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા 2,511 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. રેલ્વેએ ગુરુવારે જણાવ્યું હતું કે એક્સપ્રેસ ટ્રેનમાં 161 ટેન્કર દ્વારા આ ઓક્સિજન પહોંચાડવામાં આવ્યું હતું. આ સાથે, 400 ટનથી વધુ ઓક્સિજનનું પહોચાડવામાં આવી રહ્યું છે.

આ પહેલા ગુરુવારે 4,12,262 સંક્રમણનાં નવા કેસ નોંધાયા હતા અને 3,980 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગુરુવારે, કોવિડ-19 માંથી સ્વસ્થ થતાં લોકોનો રાષ્ટ્રીય દર ઘટીને 81.99 ટકા પર આવી ગયો છે.

Next Story