અંકલેશ્વર તાલુકાના જુના છાપરા ગામ નજીક ભરૂચના 50 વર્ષીય ઈસમે કોઈક કારણોસર ઝાડ સાથે ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી લેતા બી ડિવિઝન પોલીસે તપાસ શરુ કરી છે .
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં દેવ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ રાજસ્થાનના 50 વર્ષીય અભિષેક શિવદયાલ યાદવે અંકલેશ્વરના જુના છાપરા ગામ નજીક કોઈક અગમ્ય કારણોસર ઝાડની ડાળી સાથે દોરડા વડે ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.આ અંગેની જાણ બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક અભિષેક યાદવના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
