ભરૂચના વાલિયા પોલીસ મથકના પી.આઈ.આર.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તરફથી એક શંકાસ્પદ બાઈક લઈ એક ઈસમ વાલિયા બાજુ આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે કોંઢ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી ઈશારો કરતા તેને બાઈક ભગાડી મૂકી હતી.જેનો પીછો કરી પોલીસે તેને પકડી બાઇકને દસ્તાવેજો માંગતા તેણે નહિ હોવાનું જણાવ્યું હતું. પોલીસે અલીરાજપુરના ખામડખા હોળી ફળિયામાં રહેતો નરેશ ગોહાયડા ટોકરિયાને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય ઈસમ ફરાર થઇ ગયો હતો.