ભાવનગરના જળાશયોમાં નવા નીરની આવક
જિલ્લાન 16 પૈકી 8 જળાશયો છલકાયા
બકરા ડેમમાં 2210,રોજકી ડેમમાં 1230 ક્યુસેક પાણીની આવક
સિંચાઈના પાણીની ચિંતા દૂર થતા ખેડૂતોમાં આનંદ
કાળુભાર,ખાખડી,ખારી ડેમ સહિતના ડેમમાં પાણીની નોંધપાત્ર આવક
ભાવનગર જિલ્લાના જળાશયોમાં નવા નીરની ભારે આવક થતાં ખેડૂતો અને સ્થાનિક લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે.ચોમાસામાં સતત વરસી રહેલા વરસાદને પગલે ભાવનગર જિલ્લાના જળાશયોમાં નવા નીરની ભારે આવક થતાં ખેડૂતો અને સ્થાનિક લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. ભાવનગર સિંચાઈ વિભાગ હેઠળના કુલ 16 ડેમ પૈકી 8 જેટલા ડેમોમાં નોંધપાત્ર પ્રમાણમાં પાણીની નવી આવક શરૂ થઈ છે.
ભાવનગર જિલ્લામાં વરસાદ બાદ જળાશયોમાં પાણીની ધમધોકાર આવક શરૂ થઈ ગઈ છે! સિંચાઈ વિભાગના 16 ડેમમાંથી 8 ડેમોમાં નવા નીર ઉમેરાયા છે, જેનાથી જળસપાટીમાં મોટો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને બકરા ડેમમાં 2,210 ક્યુસેક અને રોજકી ડેમમાં 1,230 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત કાળુભાર, ખાખડી, અને ખારી ડેમમાં પણ સારો એવો પ્રવાહ આવી રહ્યો છે. ખોડિયાર, માલણ અને લાખણકા જેવા મુખ્ય ડેમોની સપાટી વધતા હવે ખેડૂતોને આવનારા પાક માટે સિંચાઈના પાણીની કોઈ તંગી નહીં રહે. વરસાદી મહેરથી ભાવનગરના પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે.
